શું તમારી સાથે પણ એવું બન્યું છે કે તમારો સ્માર્ટફોન અચાનક કામ કરતો હેંગ થઈ ગયો હોય કે પછી તેની સ્ક્રીન બ્લેક થઈ ગઈ હોય, કેટલીય કોશીશ કરવા છતા કોઈ એપ ખુલે નહીં. તો એવામાં આપણી પાસે સર્વિસ સેન્ટર જવા સિવાય કોઈ બીજો ઑપ્શન્સ નથી હોતો પણ આજે અમે તમને એવી ટિપ્સ વિશે બતાવીશું જે સરળ રીતે તમારા સ્માર્ટફોનના ટચને બરાબર કરી દેશે.
- તમારા ફોનની સ્ક્રીન કામ નથી કરી રહી તો સૌથી પહેલાં ચેક કરો કે કોઈ સ્ટીકર કે કવર લાગેલું છે? જો હોય તો તેને નીકાળી દો, કેટલીક વાર એવું બને છે કે સ્ક્રીન પર લગાવેલા સ્ટીકરના કારણે ટચ કામ નથી કરતું એવામાં કવર હટાવવાથી તે કામ કરવા લાગશે.
- કેટલીક વખત એવું બને છે કે, ઘણા એવા એપ્સને ઈંસ્ટોલ કરી લઈએ છીએ જેના કારણે ફોન હેન્ગ થઇ જાય છે કે તેમા તમે કઇ ઓપરેટસ કરી શકતા નથી. તમને જો એવાં એપ્સ દેખાય તો તેને તરત રિમૂવ કરી નાંખો. આવું કરવાથી તમારો ફોન કામ કરવા લાગશે.
- ફોન હૈંગ થાય તો તરત જ રી-સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરો. રી-સ્ટાર્ટ કરવાથી પણ ફોન કામ કરવા લાગે છે. એવું પણ બને છે કે રી-સ્ટાર્ટ કર્યા પછી પણ ફોન કામ કરતો નથી. જો એવું બને તો તેને રિકવરી મોડમાં બૂટ કરો. ફોન બૂટ કરવા માટે ‘Power off’બટન અને વોલ્યૂમ બટનને એક સાથે દબાવો જ્યારે એન્ડ્રોઈડનું ઓપ્શન આવે તો ‘Power off’નું બટન દબાવો એ પછી વોલ્યૂમ બટનથી ‘wipe data’ કે પછી ‘factory reset’નુ ઓપ્શન આવશે એ સિલેક્ટ કરો અને પાવર બટનને દબાવો. આ કરવાથી તમારો ફોન રિકવર થઈ જશે.
- જો તમારા ફોનને ઑઈલી હાથ થી પકડો છો કે પછી ફોન પર પરસેવો લાગે તો પણ ટચ સ્ક્રીન હૈંગ થવા લાગે છે. આ માટે તમારા ફોનને ખરાબ થવાથી બચાવા માટે હાથને યોગ્ય રીતે સાફ કરી લો અને ફોનની સ્ક્રીનને પણ બરાબર સાફ કરો.
આ હતી કેટલીક ટિપ્સ જે તમારા સ્માર્ટફોનને હૈંગ થતા બચાવશે