|

એપલના એક ફોન પાછળનો નફો જાણીને તમે રહી જશો અવાચક

એપલ પોતાના એક આઈફોન વેચીને આશરે 58,032 રૂપિયાનો નફો કમાઇ રહી છે. આ જાણીને તમને નવાઇ લાગતી હશે પરંતુ આ ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. એપલે તાજેતરમાં iPhone XS, iPhone XS Max અને iPhone XR લોન્ચ કર્યો છે. ઓટારિયોની કંપની TechInsightsએ 256GB વાળો iPhone XS Maxને ખોલીને તેમાં લાગેલા પાર્ટ્સની કિંમતનો અંદાજ લગાવ્યો હતો.
અમેરિકામાં 256GBવાળો iPhone XS Maxની કિંમત 1249 ડોલર (89928 રૂપિયા) છે. TechInsightsએ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, 256GBવાળા iPhone XS Maxમાં લાગેલા કુલ પાર્ટ અને તેની એસેમ્બલીની કુલ કિંમત 443 ડોલર (31896 રૂ.) છે. 256GBવાળો iPhone XS Maxની કિંમત રૂ.1,24,900 છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગત વર્ષે લોન્ચ થયેલો 64GB વાળા iPhone Xમાં લાગેલા પાર્ટ અને તેની એસેમ્બલિ કોસ્ટ 395.4 ડોલર (રૂ.28,468) હતી. TechInsightsએ કોસ્ટ એનાલિસિસમાં કહ્યું હતું કે, iPhone XS Maxમાં લાગેલો સૌથી મોંઘો પાર્ટ તેની ડિસ્પ્લે છે. જેની કિંમત 80.50 ડોલર છે એટલે કે રૂ.5800. iPhone Xમાં 77.27 ડોલરની કિંમતની ડિસ્પ્લે છે. ફ્લેશ સ્ટોરેજની કોસ્ટ 65 ડોલર એટલે 4700 રૂપિયા છે. જ્યારે સર્જિકલ સ્ટીલ ફ્રેમની કિંમત 58 ડોલર એટલે રૂ.4200 છે.
રિપોર્ટ પ્રમાણે iPhone XS Maxમાં લાગેલી બેટરીની કિંમત 9 ડોલર અને કેમેરાની કિંમત 44 ડોલર છે. જ્યારે મેમોરીની કોસ્ટ 64.50 ડોલર છે. એસેમ્બિંગ અને સપોર્ટિંગ મટેરિયલ ઉપર 24.50 ડોલર ખર્ચ કરવામાં આવ્યો છે. iPhone XS Maxમાં લાગેલા સેન્સર્સ અને કનેક્ટિવિટી ઇક્વ્યુપમેન્ટની કિંમત 18 ડોલર છે. એપલના સીઇો ટીમ કુક પહેલા કરી ચુક્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *