- રિઝર્વ બેંક દ્વારા વૈકલ્પિક માધ્યમોથી પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવી
- UPI આધારિત મોબાઈલ વોલેટનો ઉપયોગ ATMથી પૈસા ઉપાડવા થઈ શકે
- ઉપાડની મહત્તમ મર્યાદા માત્ર 5,000 રૂપિયા રાખવામાં આવી
એટીએમથી પૈસા ઉપાડવાનો એકમાત્ર રસ્તો ડેબિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ નથી. આજકાલ એટીએમમાંથી અન્ય ઘણી રીતે પૈસા ઉપાડી શકાય છે. જેમાં ગુગલ પે અને પેટીએમ વોલેટનો પણ સમાવેશ થાય છે.
જો તમારા મોબાઈલમાં આવા વોલેટ છે, તો તમે સરળતાથી એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો. જરૂરી નથી કે તમે તમારી સાથે ATM કાર્ડ રાખો. જો નજીકમાં મોબાઈલ હોય તો એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય છે.
પેટીએમ,ગુગલ પે અને ફોન પે, UPI આધારિત મોબાઈલ વોલેટનો ઉપયોગ ATMમાંથી પૈસા ઉપાડવા માટે થઈ શકે છે. આ માટે રિઝર્વ બેંક દ્વારા વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે. ગ્રાહકોને નાણાં ઉપાડવા અને ATM સિવાયના વૈકલ્પિક માધ્યમોનો ઉપયોગ કરીને પૈસા ઉપાડવાની સુવિધા આપવા માટે UPI આધારિત મોબાઈલ એપથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
QR કોડ સ્કેન કરીને પૈસા ઉપાડો
આ માટે તમારે માત્ર QR કોડ સ્કેન કરવાનો રહેશે. તેને ઇન્ટર ઓપરેબ્લ કાર્ડલેસ કેશ ટ્રાન્ઝેક્શન (Interoperable Cardless Cash Transaction) નામ આપવામાં આવ્યું છે. કાર્ડનો ઉપયોગ કર્યા વિના એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય છે. જો તમે તમારું ATM કાર્ડ ઘરે ભૂલી ગયા છો, તો તમે પેટીએમ અથવા ગુગલ પે જેવી UPI એપનો ઉપયોગ કરીને એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ (NPCI) ખાસ નિયમો બનાવ્યા છે. તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને ATMમાંથી પૈસા ઉપાડી શકો છો.તમારા મોબાઈલમાં એમેઝોન, પેટીએમ, ગુગલ પે અથવા ફોન પે જેવી કોઈપણ UPI એપ ખોલો.
ATMની સ્ક્રીન પર એક QR કોડ દેખાશે, જેને મોબાઇલ એપ દ્વારા સ્કેન કરવું પડશે.
- ત્યારબાદ તમારા મોબાઈલ પરની UPI એપમાં, તમે ATMમાંથી જેટલી રોકડ ઉપાડવા માગો છો તે રકમ દાખલ કરો.
- ધ્યાનમાં રાખો કે મોબાઈલ એપની મદદથી તમે કોઈપણ ATMમાંથી એક સમયે વધુમાં વધુ 5,000 રૂપિયા ઉપાડી શકો છો.
- ત્યારબાદ Proceed બટન પર ક્લિક કરો. ત્યારબાદ એપ પર 4 અથવા 6 અંકનો પિન નાખવો પડશે.
- પિન દાખલ કરતાની સાથે જ ATMમાંથી એક નોટ બહાર આવશે, જે લઇ લેવી. રોકડ ઉપાડની માહિતી તમારા મોબાઈલ ફોન પર આવશે.
- જે ખાતામાંથી પૈસા કપાશે તે બેંકમાંથી તમને મેસેજ આવશે કે ATMમાંથી આટલા પૈસાનો ઉપાડ થઈ ગયો છે. આ મેસેજ સુરક્ષા માટે મોકલવામાં આવે છે.
UPI આધારિત ટ્રાન્ઝેક્શનની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સુવિધાને ઈમરજન્સીમાં જ ધ્યાનમાં લો કારણ કે ઉપાડની મહત્તમ મર્યાદા માત્ર 5,000 રૂપિયા રાખવામાં આવી છે. આજકાલ મોટાભાગના લોકોના મોબાઈલમાં કોઈને કોઈ UPI એપ હોવાથી ATM સુવિધા વધુ અનુકૂળ બની જાય છે.