સાઈબર ક્રાઈમના ગુનેગારોને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ, ભૂલેચૂકે પણ આ ભૂલ ના કરતા નહી તો…

તો દેશ હવે ડિજીટલ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. ત્યારે પૈસા ચૂકવવાની રીત પણ સરળ બની ગઈ છે. એક ક્લિકમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે પરંતુ એક ક્લિક તમને કંગાળ પણ કરી દે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે અચાનક સાયબર ક્રાઈમનો ગ્રાફ વધ્યો છે. ત્યારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પર લાખો રૂપિયા સાયબર એટેકનો ઢગલો થાય છે. વિવિધ પ્રકારે ઠગાઈ કરનારાઓ તકનિક અપનાવે છે અને તમને નિશાનો બનાવે છે. જેમ કે OLX. OLX પર ગાડી વેચાણના નામે ઠગાઈ આચરવામાં આવે છે. તો ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ વધારવાના બહાને ઉચાપત કરવામાં આવી રહી છે. તો બેંક તરફથી પણ ગિફ્ટ વાઉચરના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે.
સાયબર ક્રાઇમ સેલ એક્સપર્ટે જણાવ્યું કે ક્વિક સપોર્ટ નામની એપ દ્વારા બીજાના મોબાઈલને એક્સેસ કરી શકાય છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, સાયબર એટેકર એક નંબર પૂછે છે. જે આ એપને ડાઉનલોડ કર્યાં પછી આવે છે.
ગુનેગારો આ એપને તેમના મોબાઇલ પર પણ રાખે છે. તમારો નંબર મળતાંની સાથે જ તેઓ તમારા મોબાઈલનું એક્સેસ લે છે અને થોડી ક્ષણોમાં જ ગુનેગારો પીડિતની સંવેદનશિલ જાણકારી લઈ લે છે.
સાયબર સેલના નિષ્ણાંતના જણાવ્યા મુજબ, કોઈના કહેવાથી કોઈએ ક્યારેય એપ ડાઉનલોડ ન કરવું જોઈએ. કોઈ ખાનગી વ્યક્તિએ મોકલેલી લિંકને ક્યારેય ખોલો નહીં. કારણ કે આ પ્રકારની લિંક મારફતે એટેકર તમારા બેંક સંબંધિત, ઓટીપી, પાસવર્ડ, સીવીવી, પિન, યુપીઆઈ પિન વગેરેની માહિતી છેતરપિંડી લઈ લે છે.

આ રીતે બચો સાયબર એટેકથી

  • ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં
  • ઇન્ટરનેટ પર અજાણ્યાઓ સાથે સંપર્ક ન કરો અથવા ઇ-મેઇલની આપલે ન કરો.
  • તમારો પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં.
  • અનિચ્છનીય લિંક્સ પર ક્લિક કરશો નહીં
  • સમયાંતરે તમારો પાસવર્ડ બદલતા રહો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *