- iPhoneમાં લેવામાં આવતા ફોટોમાં છુપાયેલી જાણકારી મેટાડેટામાં સેવ થાય છે
- જયારે પણ ફોટો કે વીડિયો લેવામાં આવે ત્યારે માહિતી જાતે જ સેવ થઈ જાય છે
- ફોટો શેર કરવા પર આ માહિતી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે
આઈફોનને ડેટા પ્રોટેક્શનની બાબતમાં સૌથી ભરોસાપાત્ર સ્માર્ટફોન માનવામાં આવે છે, પરંતુ આ ફોનમાંથી પણ તમારો ડેટા ચોરી થઈ શકે છે. વાસ્તવમાં, જ્યારે પણ તમે iPhone પરથી ફોટો કે વીડિયો શૂટ કરો છો, ત્યારે તે iPhone સ્ટોરમાં સેવ રહે છે. આ મેટાડેટાના ફોર્મમાં સેવ થાય છે અને આ મેટાડેટા તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
જ્યારે પણ તમે iPhoneમાં ફોટો લો છો, ત્યારે તમારું લોકેશન, શહેરનું નામ અને અન્ય ઘણી માહિતી તેની સાથે આપોઆપ સેવ થઈ જાય છે. જ્યારે પણ તમે તમારા iPhone પરથી ફોટો અથવા વીડિયો શેર કરો છો, ત્યારે આ માહિતી અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ સિક્રેટ ટ્રિપ પર ગયા અને ત્યાં રૂમમાં તમે ફોટો ક્લિક કર્યો. તમને લાગ્યું કે રૂમનો જ તો ફોટો છે, પરંતુ જો તે ફોટો સાથે લોકેશન અને તારીખ શેર થઈ ગઈ તો વિચારો શું થશે? તમારી અંગત માહિતી ખૂબ જ સરળતાથી લીક થઈ શકે છે.
શું હોય છે મેટાડેટા
જ્યારે આઇફોનમાં ફોટો અને વીડિયો સેવ થાય છે, ત્યારે લોકેશન, શહેર સહિત અન્ય ઘણી વિગતો મેટાડેટામાં બેચ તરીકે સેવ થઈ જાય છે. તેને સુરક્ષિત રાખવા માટે, તમે iPhone પરથી લીધેલા ફોટો અને વીડિયોમાંથી લોકેશન, શહેર અને અન્ય માહિતી ડિલીટ કરી શકો છો.
iPhoneની આ ઓપરેટિંગ સિસ્ટમમાં મળે છે આ ખાસ ફીચર
જે iPhonesમાં તમને iOS 15 ઓપરેટિંગ સિસ્ટમ મળે છે, તેમાં તમને મેટાડેટા ડિસ્ક્રિપ્શન ડિલીટ કરવાની સુવિધા મળે છે. આ માટે, કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે, જેના દ્વારા તમે ફોટો અથવા વીડિયો શેર કરતા પહેલા લોકેશન સહિત અન્ય માહિતીને ડિલીટ કરી શકો છો.
iPhone પર લીધેલા ફોટોમાંથી ડિસ્ક્રિપ્શન કેવી રીતે ડિલીટ કરવું
iPhoneના ફોટો અને વીડિયોમાં એક મેપ હોય છે જેમાં અંદાજિત લોકેશન દેખાય છે. તમે તેને થોડા સ્ટેપ્સથી ડિલીટ કરી શકો છો. ચાલો જાણીએ આ સ્ટેપ્સ વિશે..જે ફોટોમાંથી મેપ હટાવવા માંગતા હોવ એને સિલેક્ટ કરીને ફોટો પર નેવિગેટ કરો અને એડજસ્ટ કરો
તે પછી સ્વાઇપ કરો, જેમાં તમને ઇન્ફોર્મેશન દેખાશે, તમારે તેના પર ટેપ કરવાનું રહેશે
પછી મેપની નીચેના જમણા ખૂણે એડજસ્ટ કરો, જે ફોટો લેવામાં આવેલી જગ્યાનું નિશ્ચિત લોકેશન બતાવશે
છેલ્લે નો લોકેશન પર ટેપ કરો, ત્યારબાદ ફોટોમાંથી મેપ આપોઆપ ગાયબ થઈ જશે