જ્યારે તમે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી રહ્યા છો અને વેટિંગ ટિકિટ મળી જાય તો PNR સ્ટેટસ ચેક કરવાનું કામ બોરિંગ લાગે છે. જેના માટે ઇન્ડિયન રેલવેની વેબસાઇટ, રિજર્વેશન ઇન્કવારી નંબર 139 અને આઇઆરસીટીસી પોર્ટલ જઇને ચેક કરવાનું હોય છે. યાત્રીઓને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રેલવેએ હાલમાં જ ટ્રાવેલ વેબસાઇટ મેક માય ટ્રીપની સાથે કરાર કર્યો છે.
આ કરાર યાત્રીઓને તેમના પીએનઆર સ્ટેટસ, લાઇવ ટ્રેન સ્ટેટસ અને અન્ય જાણકારીઓથી અપડેટ રાખે છે. તમે વિચારી રહ્યા હશો કે વોટ્સએપથી કેવી રીતે પીએનઆર સ્ટેટસ માલૂમ કરી શકાય છે. જેના માટે તમારા ફોનમાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અને સારી સ્પીડ વાળું ઇન્ટરનેટ હોવું જોઇએ. તમારી પાસે ટ્રેનનો નંબર પણ હોવો જોઇએ. તો ચાલો જોઇએ કેવીરીતે વોટ્સએપ પર પીએનઆર સ્ટેટસ અને ટ્રેનનું લાઇલ સ્ટેટસ ચેક કરી શકાય છે.
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં Dialer એપ ખોલો. હવે મેક માય ટ્રીપનો ઓફિશિયલ વોટ્સએપ નંબર 7349389104 ને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં એડ કરી લો. હવે લાઇવ ટ્રેન સ્ટેટસ ચેક કરવા માટે તમારો ટ્રેન નંબર મોકલો. જો તમને પીએનઆર સ્ટેટસ જાણવું છે તો ચેટ લિસ્ટમાં તમારો પીએનઆર નંબર એન્ટર કરો. ત્યાર પછી મેક માય ટ્રિપ તરફથી ટ્રેનનો રિયલ ટાઇમ સ્ટેટસ કે પીએનઆરનું બુકિંગ સ્ટેટસ મોકલી દેવામાં આવશે.

