પાણીમાં પડી ગયેલો ફોન ક્યારેય નહીં બગડે, ફોલો કરો આ ટિપ્સ
- સ્માર્ટફોન પાણીમાં પડ્યા પછી સૌથી પહેલા તેને સ્વિચ ઓફ કરી દો. જેથી શોર્ટ સર્કિટ થવાની આશંકા ખતમ કરી શકાય છે.
- મેમરી કાર્ડ, સિમ કાર્ડ અને બેટરી નીકાળી લો જેથી પાણીની અસર અંદર રહેલી સર્કિટ પર ન થાય.
- જો તમારો સ્માર્ટફોન નોનો રિમૂવેબલ બેટરી વાળો છે તો સ્વિચ ઓફ પણ એક માત્ર વિકલ્પ છે.
- સ્માર્ટફોનના પાર્ટ્સને સૂકવવા ખૂબ જરૂરી છે અને તેના માટે તમારો કોઇ ટુવાલ કે સોફ્ટ કપડાનો ઉપયોગ કરી શકો છો.
- કોઇ તરલ પદાર્થને સ્માર્ટફોન પર પડવા ન દો. કારણકે એવું થવા પર ફોન ડેમજ થવાની આશંકા વધી જાય છે.
- જો ફોનમાં વધારે પાણી જતુ રહ્યું છે તો તમે તેને સૂકવવા માટે વેક્યૂમ બ્લોઅરનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે મેમરી કાર્ડ, સિમ કાર્ડને બહાર નીકાળી લો.
- સ્માર્ટ ફોન પૂર્ણ રીતે સૂકાઇ જાય તો તેને ઓન કરો અઆને જુઓ કે દરેક ફંક્શન યોગ્ય છે કે નહીં. જો ફોન ઓન નથી થઇ રહ્યો તો તેને ચાર્જિંગમાં રાખો. જો તે ચાર્જ ન થાય તો સમજો કે તેની બેટરી ખરાબ થઇ ગઇ છે.

