બે સ્માર્ટફોનમાં ચલાવવું છે એક જ નંબરનું WhatsApp, તો જાણો આ રીત
WhatsApp યુઝર્સ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયાની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપ છે. તેથી WhatsApp યુઝર્સ માટે બે મોબાઇલમાં એક જ WhatsApp ચલાવી શકાય તે શક્ય બન્યું છે. જેથી તમે એક જ વોટ્સએપ એકસાથે બે સ્માર્ટફોનમાં વાપરી શકો છો.
અત્યાર સુધી વોટ્સએપ યુઝર્સને ફરિયાદ રહેતી હતી કે તેઓ પોતાના બંને સ્માર્ટફોનમાં એક જ વોટ્સએપ નંબરનો ઉપયોગ નથી કરી શકતા પણ હવે એ શક્ય છે. આ ટીપ્સને અનુસરો તો તમે પણ બે ફોનમાં એક જ નંબરનો WhatsApp ચલાવી શકશો.
સ્માર્ટફોનમાં Chrome, Mozilla કે પછી બીજું કોઈ બ્રાઉઝર ઓપન કરો. અહીં https://web.whatsapp.com/ ટાઇપ કરીને એન્ટર કરી દો
તમને એક QR Code દેખાશે. હવે તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો. WhatsAppના હોમ પેજ પર તમને જમણી તરફ ત્રણ ડોટ દેખાશે જેના પર ટેપ કરો
અહીં તમને WhatsApp Web દેખાશે અને એના પર ટેપ કરો. હવે એપના Scannerથી બીજા સ્માર્ટફોનના બ્રાઉઝર પર સ્કેન કરો. આ રીતે તમે બે સ્માર્ટફોન પર એક જ WhatsApp એકાઉન્ટ ચલાવી શકો છો હવે વોટ્સએપ પર WhatsApp Web ઓપ્શન પર જાઓ અને અહીં તમને Log out from all devicesનું ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરીને LOG OUT બટન ક્લિક કરવાથી તમારું વોટ્સએપ એકાઉન્ટ જેટલા પર ડિવાઇ સાથે કનેક્ટ હશે એ તમામ ડિસકનેક્ટ થઈ જશે.
