આ સરળ ટ્રિકથી જાણી શકશો તમારા સ્માર્ટફોનના ફોટાનું લોકેશન

શું તમને ખબર છે કે તમારા સ્માર્ટફોનમાં એવુ સેટિંગ હોય છે જેની મદદથી તમે જાણી શકો છો કે કયા ફોટોને કયાં પાડવામાં આવ્યો હતો. તેની માટે તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાની જરૂર નથી. આ સેટિંગ કોઈપણ સ્માર્ટફોનમાં હોય છે એટલે કે સેટિંગને ચાલુ કર્યા પછી તમારો સ્માર્ટફોન બતાવશે કે 2 વર્ષ પહેલા તમે કયા ફોટોને ક્યાં પાડ્યો હતો.

તો હવે આપણે જાણીએ કે કઈ રીતે તમે તમારા ફોટોના લોકેશનની જાણકારી લઈ શકો છો

Androidમાં આ રીતે લોકેશનનું ટેગ ઓન કરો

  1. તમારા સ્માર્ટફોનના કેમેરા એપને ઓપન કરો
  2. કેમેરા એપની સેટિંગ્સમા જાઓ.
  3. અહીંયા તમને Location tag કે Save location નું ઓપ્શન જોવા મળશે, તેને ટૈપ કરી ચાલું કરો.

Iphoneમાં આ રીતે લોકેશનનું ટેગ ઓન કરો

  1. તમારા Iphoneની Settingsમા જાઓ
  2. અહિંયા તમને Privacy ઓપ્શન જોવા મળશે, તેને ટૈપ કરો
  3. હવે Location service ને ચાલુ કરો
  4. તેના પછી Camera ઓપ્શનને ટૈપ કરો.
  5. હવે While Using the App ઓપ્શન પર ટૈપ કરો

આ સેટિંગ્સ થી તમારા સ્માર્ટફોનના ફોટો ની લોકેશન ઓન થઈ જશે, આ સેટિંગ્સ ના લોકેશનને જોવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

Androidમાં જુઓ ફોટોની લોકેશન

  1. સ્માર્ટફોનના ડિફોલ્ટ ગેલરીને ઓપન કરો
  2. તેના પછી કોઈ પણ ઈમેજને ટૈપ કરી સિલેક્ટ કરો
  3. અહિંયા તમને ત્રણ ટપકાં જોવા મળશે તેને ટૈપ કરો
  4. તમને Info કે Details ઓપ્શન જોવા મળશે, તેના પર ટૈપ કરો

અહિંયા તમે તમારા ફોટો લોકેશન ને જોઈ શકશો તેના સિવાય ફોટોની સાઈઝ, સટર સ્પીડ, આઈએસઓ જેવી જાણકારી મળી રહેશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *