પાણીમાં પડી ગયેલો ફોન ક્યારેય નહીં બગડે, ફોલો કરો આ ટિપ્સ

જો તમારો સ્માર્ટફોન પાણીમાં પડી ગયો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક વખત કેટલાક લોકોનો સ્માર્ટ ફોન પાણીમાં પડી જાય છે તો તમે ટેન્શનમાં આવી જાવ છો. તો આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે તમારા સ્માર્ટફોનને ખરાબ થવાથી બચાવી શકો છો.
  • સ્માર્ટફોન પાણીમાં પડ્યા પછી સૌથી પહેલા તેને સ્વિચ ઓફ કરી દો. જેથી શોર્ટ સર્કિટ થવાની આશંકા ખતમ કરી શકાય છે.
  • મેમરી કાર્ડ, સિમ કાર્ડ અને બેટરી નીકાળી લો જેથી પાણીની અસર અંદર રહેલી સર્કિટ પર ન થાય.
  • જો તમારો સ્માર્ટફોન નોનો રિમૂવેબલ બેટરી વાળો છે તો સ્વિચ ઓફ પણ એક માત્ર વિકલ્પ છે.
  • સ્માર્ટફોનના પાર્ટ્સને સૂકવવા ખૂબ જરૂરી છે અને તેના માટે તમારો કોઇ ટુવાલ કે સોફ્ટ કપડાનો ઉપયોગ કરી શકો છો.
  • કોઇ તરલ પદાર્થને સ્માર્ટફોન પર પડવા ન દો. કારણકે એવું થવા પર ફોન ડેમજ થવાની આશંકા વધી જાય છે.
  • જો ફોનમાં વધારે પાણી જતુ રહ્યું છે તો તમે તેને સૂકવવા માટે વેક્યૂમ બ્લોઅરનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે મેમરી કાર્ડ, સિમ કાર્ડને બહાર નીકાળી લો.
  • સ્માર્ટ ફોન પૂર્ણ રીતે સૂકાઇ જાય તો તેને ઓન કરો અઆને જુઓ કે દરેક ફંક્શન યોગ્ય છે કે નહીં. જો ફોન ઓન નથી થઇ રહ્યો તો તેને ચાર્જિંગમાં રાખો. જો તે ચાર્જ ન થાય તો સમજો કે તેની બેટરી ખરાબ થઇ ગઇ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *