|

WhatsApp પર આવતી લિંક્સ પર ક્લિક કરતા પહેલા વિચારજો, તમારી જાસૂસી તો નથી થતીને

હાલ દુનિયાના તમામ લોકો સ્માર્ટફોન પાછળ પાગલ છે. જો એક દિવસ ફોનથી દૂર રહેવું પડે તો લાગે છે કે, આપણા જીવનનો કોઈ ખાસ હિસ્સો ગુમ થઈ ગયો છે. હાલ તો સ્થિતિ એટલી હદે જટિલ બની છે કે સ્માર્ટફોન વિનાની લાઈફની કલ્પના કરવું પણ કેટલાક લોકો માટે મુશ્કેલ છે. 
એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જે લોકો સોશિયલ મીડિયા અને ફોનની આદત છોડાવવા માટે ડૉક્ટરના સહારા લઈ રહ્યા છે. આ આદત હવે તો કેટલાક લોકોમાં બીમારીની જેમ ફેલાઈ રહી છે. તેની આદત છોડાવવા માટે કેટલાક શિબિરો પણ શરૂ થયા છે.
આવી પરિસ્થિતિમાં એવા પણ કેટલાક લોકો છે જે તમારી આ હેબિટના ફાયદા લઈ રહ્યા છે. આવા લોકોને સાઈબર ક્રાઈમ કરતા લોકો રીતે ઓળખવામાં આવે છે. જેટલી ઝડપે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે તેટલી જ ઝડપે સાઈબર ક્રાઇમનો જોખમ પણ વધ્યો છે. 
આજના જમાનામાં કોઈને ટ્રેસ કરવું કે પછી કોઈની જાસૂસી કરવી ખૂબ જ સરળ છે. આવી પરિસ્થિતિમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ યુઝ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, ફક્ત વૉટ્સએપ દ્વારા પણ તમારી જાસૂસી કરી શકાય છે ભલેને તમે બીજા કોઈ સોશિયલ મીડિયા પર હોવ કે ન હોવ. વૉટ્સએપમાં મળેલો અક ફોટો પણ તમને જોખમમાં નાંખી શકે છે.
હકીકતમાં સ્ટૉકર અથવા સાઈબર અપરાધી તમને કોઈપણ અજાણ્યા નંબરથી વૉટ્સએપ મેસેજ કરશે. મેસેજમાં એક નાનકડી લિંક હશે, જે જોવામાં ગૂગલની લિંક જેમ જ હશે. 
આ મેસેજ કોઈ સેલિબ્રિટીના ફોટા અથવા કોઈ સ્કીમ સાથે આવશે, જેને જોઇને તમે તેની ઉપર ક્લિક કરી દો છો.
લિંક પર ક્લિક કરવાથી કોઈ ફની ફોટો અથવા બીજો કોઈ વિકલ્પ થઈ શકે છે. તે પછી તમે મેસેજને ડીલીટ કરો કે નહી તમારી લોકેશન સ્ટૉકર પાસે જતી રહે છે. સ્ટૉકર મલ્ટીમીડિય ફાઇવ દ્વારા એક માસ્ક લિંક બનાવે છે. આ લિંક IP લૉગર ક્લાઇંટ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
ઇન્ટરનેટ પર ઘણી બધી IP લૉગર બેબસાઇટ હાજર છે, તેને ગૂગલ કરી શકાય છે. અહીં લિંક્સ તમને મેસેજના રૂપમાં મોકલવામાં આવે છે અને આ એવા મેસેજેસ હોય છે જેને જોઇને તમે ક્લિક કર્યા વગર નહીં રહી શકો.
લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારું IP એડ્રેસ સ્ટૉકર પાસે પહોંચી જાય છે. તે પછી જાસૂસી કરતો માણસ IP ટ્રૈકરની મદદથી તમારા લોકેશનની જાણકારી ભેગી કરી લે છે.
આ ટ્રેકર તમારા જિલ્લાનું નામ, ગામ એડ્રેસ અને તમારા આજુબાજુના ટાવર વિશે પણ માહિતી આપી શકે છે. આવી જાણકારીઓ એકઠી કરી કોઇપણ તમને નુકશાન પહોંચાડી શકે છે. એટલે અજાણ્યા મેસેજેથી આવેલી કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા 10 વાર વિચારી લેજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *