નકલી પાસપોર્ટ કોઈ નહીં બનાવી શકે, સરકાર જાહેર કરશે ચિપ વાળા E-Passport

  • ભારતીય નાગરિકો માટે આવી રહ્યા છે ઈ-પાસપોર્ટ
  • વિદેશ મંત્રાલયના સચિવે ટ્વિટ કરી આપી માહિતી
  • પ્રવાસીઓનું સમગ્ર વિશ્વમાં ઈમિગ્રેશન સરળ બનશે
જો તમે વિદેશ યાત્રા કરતા હોવ તો આ માહિતી તમારા માટે ખુબ જ મહત્વની છે. ભારતીય નાગરિકો માટે જલદીથી નેક્સ્ટ જનરેશન ઈપાસપોર્ટની શરૂઆત કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ એક ટ્વિટ દ્વારા જાણકારી આપી છે કે જલદીથી ભારતીય નાગરિકો માટે ઈપાસપોર્ટ જાહેર કરવામાં આવશે. જેમાં પાસપોર્ટ ધારકને સુરક્ષિત બાયોમેટ્રિક ડેટા સ્ટોર મળશે.

નાગરિકોને અદ્યતન સુરક્ષા સુવિધાઓ મળશે

બનાવટી પાસપોર્ટ અટકાવવા અને મુસાફરોના ઈમિગ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ઈ-પાસપોર્ટના કારણે ભારતીય પ્રવાસીઓનું સમગ્ર વિશ્વમાં ઈમિગ્રેશન સરળ બનશે. આ સમગ્ર મામલે વિદેશ મંત્રાલયે સંસદમાં કહ્યું છે કે નાગરિકોને અદ્યતન સુરક્ષા સુવિધાઓ સાથે ચિપ-સક્ષમ ઈ-પાસપોર્ટ જારી કરવાની યોજના છે.

કોઈ વ્યક્તિ પાસપોર્ટ સાથે છેડા નહી કરી શકે

આ પાસપોર્ટની વિશેષતા એ છે કે અરજદારોની અંગત વિગતો ડિજિટલી હસ્તાક્ષરિત અને એક ચિપમાં સંગ્રહિત કરવામાં આવશે જે પાસપોર્ટ પુસ્તિકામાં સમાવિષ્ટ હશે. જો કોઈ વ્યક્તિ ચિપ સાથે છેડછાડ કરશે તો સિસ્ટમ તેને શોધી કાઢશે અને તેના કારણે પાસપોર્ટ વેરિફિકેશન નિષ્ફળ જશે.

ઈ-પાસપોર્ટ માટે નાસિકને મંજૂરી આપી

કેન્દ્રએ ઈ-પાસપોર્ટ માટે ઈલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ ઈન્લેની પ્રાપ્તિ માટે ઈન્ડિયા સિક્યુરિટી પ્રેસ-આઈએસપી, નાસિકને મંજૂરી આપી છે. ISP, નાસિકે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO) અનુરૂપ ઈલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ ઈન્લેની ખરીદી માટે તેની ચિપ-સક્ષમ ઈ-પાસપોર્ટ માટે જરૂરી ઓપરેટિંગ સિસ્ટમ સાથે કોન્ટ્રાક્ટ આપ્યો છે. નાસિક દ્વારા ટેન્ડર અને પ્રાપ્તિ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઈ-પાસપોર્ટનું ઉત્પાદન શરૂ કરવાની યોજના હતી. જોકે વિદેશ મંત્રાલય ઈ-પાસપોર્ટ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *