સાયન્સ અને ટેકનોલોજીના આ યૂગમાં ભાગ્યે જ એવુ કોઈ હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ નહી કરતું હોય રોજબરોજની આપણી જીવન શૈલીમાં ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. આજકાલ નકલી સમાચારોને લઈને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પણ સાચી વાતતો એ છે કે ઈન્ટરનેટ પર ભરપુર ખોટી મોહિતીઓનો સંગ્રહ જોવા મળે છે. એવામાં સાચા ખોટાની પરખ કરવી ખુબ મુશ્કેલ થઈ જાય છે.
હોટલ રેસ્ટોરેન્ટ, પુસ્તકો ઈ-કોમર્સ કંપનીઓની વેબસાઈટોના ઢગલા છે, કોઈ ખોટી માહિતી તમને ગેરમાર્ગે દોરી જાય છે. માર્કેટીંગ કરવા અલગ અલગ નુસ્ખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ-કોમર્સ કંપનીઓની વેબસાઈટો પરથી શોપિંગ કરતા સાવધાની રાખવી જરૂરી છે. ખરીદી કરતા પહેલા સરખામણી કરી લેવી.
નકલી પ્રોફાઈલને પરખવી ખુબ જ જરૂરી છે. આવી પ્રોફાઈલમાં વધારે ફોલોઅર્સ અથવા તો ઓછા ફોલોઅર્સ હોય છે. નકલી વેબસાઇટ પર મફત ગીફ્ટ, ઓછી કિંમત તેમજ નકલી ઉત્પાદનો વેચવામાં આવે છે આથી આવી વેબસાઈટ પરથી ખરીદી કરતા કે તેની લોભામણી જાહેરાતમાં ફસાતા પહેલા વીચારજો.
બેરોજગાર લોકોને નોકરીની લાલચ આપી શરૂઆતમાં ડિપોઝીટના નામે પૈસા પડાવવામાં આવે છે આથી ફક્ત નકલી સમાચારો જ નહી પણ ખોટી કંપનીઓને ઓળખવાની નજર રાખો. ઇન્ટરનેટના માધ્યમથી કોઇ સાથે પૈસાની લેવડદેવડ કરતા ખાસ સાવધાન રહેવું.


