
વજન ઘટાડવા માટે આપણે અવનવા પ્રયત્ન કરતા હોઇએ છીએ, આ પ્રયત્નોમાં ડાયટિંગ, કસરત, યોગા, દોડવાનું, ચાલવાનું વગેરેનો સમાવેશ થાય છે. પણ મોટેભાગે એવું બનતું હોય છે કે શરૂઆતમાં હરખભેર શરૂ કરેલા વજન ઘટાડવાના પ્રયત્નો થોડા સમય બાદ સાવ ઠરી જતાં હોય છે. તેનું કારણ આપણી ધીરજનો અભાવ પણ હોય છે. આપણે શરૂઆતમાં એટલો અઘરો ડાયટ પ્લાન બનાવતા હોઇએ છીએ કે તેને લાંબો સમય સુધી ફોલો કરવો અઘરું બની જતું હોય છે.
આવું કરવાને બદલે, ભૂખ્યા રહેવાને બદલે બધું જ ખાવું જોઇએ, બધું ખાઇને પછી જ ડાયટ કરવું, જેથી તકલીફ ન થાય. તમે વજન ઘટાડવા માટે નીચે જણાવેલી તમામ વસ્તુ ખાઇ શકો છો. તેનાથી વજન નહીં વધે અને શરીર પણ સ્વસ્થ રહેશે.
કાકડીમાં કેલેરી પણ ખૂબ ઓછી હોય છે. એટલું જ નહીં તેમાં એ, સી એ ઈ જેવા એન્ટિ ઓક્સિડેન્ટ્સ વિટામિન હોય છે જે તમારા શરીરમાંથી ટોક્સિનને બહાર નિકાળવામાં મદદ કરે છે.
ટામેટાં વિટામિન સીના મુખ્ય સ્ત્રોતમાંથી એક છે. ટામેટાં ખાધા પછી ખાવાની ઇચ્છા થતી નથી અને પેટ ભરેલું હોવાનો અનુભવ થાય છે. ટામેટાંમાં કેટલાંક એવાં તત્ત્વ મળી આવે છે જે ભૂખ લાગનાર હોર્મોન્સને ઓછા કરી દે છે અને તેને ખાવાથી ભૂખ લાગતી નથી. ટામેટાંમાં બીટા કેરોટીન, લાઈકોપીન, વિટામિન એ અને પોટેશિયમ પ્રચુર માત્રામાં મળી આવે છે. જેનાથી હ્ય્દયની બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે.
૧૦૦ ગ્રામ કોબીજમાં ૨૫ કેલરી જ હોય છે. ખાસ કરીને કોબીજ તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. તેમાં રહેલાં વિટામિન, મિનરલ અને ફઈબર કેન્સર સામે લડવામાં મદદ કરે છે. કોબીજ ખાવામાં અને સલાડમાં મોટાભાગે ઉપયોગમાં લેવામાં આવે છે. એક કપ બનાવેલા કોબીજમાં લગભગ ૩૪ કેલેરી હોય છે.
૧૦૦ ગ્રામ ફુલાવરમાં ૨૫ કેલેરી હોય છે. ફુલાવર વિટામિન સી અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. જે શરીરમાં રાસાયણિક તત્ત્વોને યોગ્ય કરવામાં અને પાચનક્રિયા પ્રણાલીને વધારવામાં સહાયક થાય છે. આ પ્રકારના ફુલાવરમાં ફઈબર તથા પાણીની માત્રા વધારે હોય છે. જેનો અર્થ એ છે કે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વધારે ખાવાથી બચી શકો છો.
કોળાંનું શાક સૌથી સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓમાંથી એક છે. કોળું થોડું ગળ્યું હોય છે, આ જ કારણ છે કે બાળક અને મોટા બંને તેને ખૂબ જ શોખથી ખાય છે.
ભારતીય આહારમાં ટિંડોળાંના શાકને ઘણું પસંદ કરવામાં આવે છે. તેમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન બી મળી આવે છે. તેમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ હોય છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે.
ગળ્યું હોવા છતાં પણ તરબૂચમાં લો કેલેરી મળી આવે છે. તેનાથી લોહીની નળીઓની અંદર ચરબી જમા થતી નથી. તરબૂચમાં રહેલાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ તત્ત્વ શરીરને વધારે ફયદો આપે છે. તરબૂચનાં પોષકતત્ત્વોનો રાઝ તેના રસમાં મળી આવનાર સ્ટિલાઇન રસાયણમાં છુપાયેલો છે.
ભીંડામાં વિટામિન એ, બી અને વિટામિન સી મળી આવે છે. તેની સાથે ફઈબર પણ મળી આવે છે. આ જ નહીં તેને રોજ ખાવાથી તમારું પાચનતંત્ર સારું રહે છે.
સ્વાદમાં થોડી ખટમીઠી હોય છે. લાલ રંગનું આ ફ્ળ ખૂબ જ રસીલું હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન સી, વિટામિન એ અને કે મળી આવે છે. ઉપરાંત તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફેલિક એસિડ, ફેસ્ફ્રસ, પોટેશિયમ અને ડાયટરી ફઈબર્સથી પણ ભરેલી હોય છે. તેની સારી વાત એ છે કે તેમાં કેલેરી ઓછી હોવાના કારણે ડેઝર્ટમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે.
ગ્રીન લેટિસમાં સૌથી ઓછી કેલેરી મળી આવે છે. તેને તમે સલાડ કે સેન્ડવિચની વચ્ચે લગાવીને ખાઇ શકો છો. તેમાં વિટામિન એ અને વિટામિન કે ભરપૂર માત્રામાં મળી આવે છે. તેની સાથે તેમાં ફઈબર પણ મળી આવે છે જેનાથી તમારું પેટ પણ ભરેલું રહે છે.




