ફેસબુક સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ફેસબુકને સોશિયલ નેટર્વિંકગ સાઈટ પણ કહે છે,જેમાં ટેક્સ્ટ અને ઈમેજ પોસ્ટને મિત્રો સાથે શેર કરી શકાય છે. ફેસબુક દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાતચીત સરળ બની છે. ફેસબુકની શોધ માર્ક ઝુકરબર્ગે કરી હતી. માર્ક ઝુકરબર્ગ ફેસબુકના સંસ્થાપક પણ છે. તેમનું આખું નામ માર્ક ઈલિયટ ઝુકરબર્ગ છે.
ન્યૂયોર્ક, અમેરિકામાં રહેનાર માર્ક ઝુકરબર્ગે તેમના કેટલાક મિત્રો સાથે મળીને ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ ના રોજ ફેસબુકની શોધ કરી હતી. શરૂઆતમાં તેનું નામ ધ ફેસબુક રાખવામાં આવ્યું હતું. ફેસબુકમાં ઓડિયો અને ટેક્સ્ટ ચેટિંગ ઉપરાંત વીડિયો કોલિંગ પણ થઈ શકે છે.

