જો તમે પહેલાથી કોઇ હેક થયેલ કોઈ પાસવર્ડ વેબસાઇટ્સ પર ઉપયોગ કરો છો, તો ગૂગલ ક્રોમ હવે તમને ઓટોમેટિકલી વોર્નિંગ આપશે. વેબ બ્રાઉઝરમાં યુઝર્સને હવે એક બિલ્ટ-ઇન ફીચર આપવામાં આવી રહ્યું છે, જેની મદદથી હેક પાસવર્ડસ શોધી શકાય છે. આ ફીચરમાં 4 બિલિયન હેક થયેલ પાસવર્ડ્સનો ડેટાબેસ છે. જેના દ્વરા આ ટૂલ તમારા પાસવર્ડ્સને મેચ કરી ખાતરી કરશે.
ગૂગલે પોતાના યૂઝર્સને ફ્રોડથી બચાવવા માટે એક ક્રોમ એક્સટેન્શન લોન્ચ કર્યું છે. જો તમે પહેલેથી જ હેક થઈ ચૂકેલો કોઈ પાસવર્ડ વેબસાઈટ્સ પર વાપરી રહ્યાં છો તો ગૂગલ તમને ઓટોમેટિકલી વોર્નિંગ આપશે. સર્ચ એન્જિન ગૂગલ પાસવર્ડ ચોરી કે લીક થવા પર પોતાના યૂઝરને તરત ચેતવણી પણ આપશે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ક્રોમ સેટિંગ્સમાં જઈને સિન્ક ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. હાલ આ ફીચર તે તમામ યૂઝર્સ માટે ખુલ્લું મૂકાઈ રહ્યું છે જેમણે ક્રોમના સેફ બ્રાઉઝિંગ પ્રોટેક્શન્સ હેઠળ સાઈન ઈન કર્યું છે.
ગૂગલના CEO સુંદર પીચાઈએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જો યૂઝર કોઈ વેબસાઈટ પર લોગઈન કરે તો તેનો પાસવર્ડ ચોરી થવાનો ડર રહે છે. આથી તેમણે Google Chrome માટે એક પ્રોટેક્શન ફીચર બહાર પાડ્યું છે. જેના પર ઘણા સમયથી કામ ચાલતું હતું.
કંપનીના CEOએ જણાવ્યું કે જો તમે કોઈ માલવેરથી અસરગ્રસ્ત વેબસાઈટ પર હશે અને તમારો પાસવર્ડ ચોરાઈ રહ્યો હશે તો આ ફીચર તમને ચેતવણી આપશે. તેમણે એમ પણ કહ્યું કે તમે માલવેરથી અસરગ્રસ્ત વેબસાઈટ પર જશો તો તમને ચેતવશે અને ડેસ્કટોપ પર રિયલ ટાઈમ માટે ફિશિંગ પ્રોટેક્શનને વધારી દેશે.

