BMW કાર કરતા મોંઘુ છે Appleનું આ કોમ્પ્યુટર, જાણો તેના ફિચર્સ અને કિંમત
Appleને પ્રીમિયમ ડિવાઇસ બનાવતી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આજની તારીખમાં કંપની પાસે એકથી એક ચઢીયાતી પ્રોડક્ટ હાજર છે. જે અન્ય કંપનીઓની સરખામણીમાં જોરદાર અને કિંમતમાં પણ વધારે છે. એપલના પોર્ટફોલીયોમાં હવે નવી કિંમતી પ્રોડક્ટ Mac Pro જોડાઇ છે. જેના ટોપ-એન્ડ વેરિયન્ટની કિંમત 59,000 ડોલર ( લગભગ 40 લાખ રૂપિયા) છે.
અમેરિકાની ટેક કંપની એપલે વૈશ્વિક સ્તરે સૌથી મોંઘા પીસી Mac Proને લોન્ચ કર્યું છે. કંપનીના લેટેસ્ટ કોમ્પ્યુટર્સની કિંમત ઓડી, બીએમડબ્લ્યુ કાર કરતા ઘણી વધારે છે.
કંપનીએ ટોપ મોડલમાં 32 જીબી રેમ, ઓક્ટા-કોર ઇન્ટેલ (ક્ઝિયન) સીપીયુ, 256 જીબી એસએસડી કાર્ડનો સપોર્ટ આપ્યો છે. બીજી બાજુ, કંપનીએ ટોપ મોડેલની કિંમત 40 લાખ રૂપિયાની નજીક રાખી છે. કંપનીએ આ ટોપ વેરિએન્ટમાં સૌથી મોંઘુ અને શક્તિશાળી પ્રોસેસર આપ્યું છે.
ઉલ્લેખનિય છે કે હવે એપલનું મેક પ્રો વિશ્વનું સૌથી મોંઘુ કમ્પ્યુટર બની ગયું છે. ઉપરાંત કંપનીએ આ કોમ્પ્યુટરને યુ.એસ. માં વેચવાનું શરૂ કર્યું છે. જોકે એપલે ભારતમાં મેક પ્રો લૉન્ચ કરવા વિશે સત્તાવાર માહિતી આપી નથી. કંપનીએ મેક પ્રોના બેઝ વેરિયેન્ટમાં એક્સડીઆર ડિસ્પ્લે આપી છે. આ સાથે યૂઝર્સ આ ડિવાઇસમાં 32 જીબી રેમ, ઑક્ટા કોર ઇન્ટેલ સીપીયૂ, રેડિયન પ્રો 580X ગ્રાફિક્સ સાથે ગ્રાફિક્સ સાથે 256 જીબી એસએસડી કાર્ડનો સપોર્ટ મળશે.
કંપનીએ આ ટોપ વેરિયન્ટમાં 7000 ડોલરથી વધારે કિંમત વાળું 2.5 ગીગાહર્ટ્ઝ ઇન્ટેલ Xeon W પ્રોસેસર (28 કોર્સ) અને 56 થ્રેડ અને 4.4 ગીગાહર્ટઝ સુધીનું ટર્બો બુસ્ટ આપ્યું છે. આ સાથે યૂઝર્સોને 25,000 ડૉલરની 1 ટીબી રેમ અને 1,400 ડોલર કરતા વધુની કિંમતનું 4 ટીબી એસએસડી કાર્ડનો સપૉર્ટ આપ્યો. આ તમામ કોમ્પ્યુટર ભાગોની કુલ કિંમત, 39,399 ડોલર છે.



