હવે 15% સુધી વધારે ચાલશે તમારા મોબાઇલ ફોનની બેટરી
સ્માર્ટફોન યૂજર્સ માટે એક કામની ખબર સામે આવી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે તે હવે મોબાઇલ ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઉપયોગ થનારા લિથિયમ આયન બેટરીની કેપેસિટી સહેલાઇથી 15 ટકા સુધી વધી શકે છે. રશિયાના એક રિસર્ચરે કહ્યું કે બેટરીની કેપેસીટીને વધારવા માટે બેટરીના કૈથોડથી એક સોલિડ ઇલેક્ટ્રોલાઇટને જોડવામાં આવ્યું છે.
લિક્વિડ ઇલેક્ટ્રોનિકની તુલનામાં રિસર્ચસે સોલિડ ઇલક્ટ્રોલાઇટથી બેટરીની ક્ષમતાને ટકા સુધી વધારવામાં સફળતા હાંસલ કરી છે. ચીનમાં ક્લિંગદાઓમાં આયોજિત થયેલી એક કોન્ફરન્સમાં જણાવ્યું કે સોલિડ ઇલેક્ટ્રોલાઇટની મદદથી પ્રોડક્ટ્સના ભારને ઘણી હદ સુધી ઓછી કરી શકાય.
રિસર્ચસે આ ટેસ્ટને એક લેબોરેટરીમાં પૂર્ણ કર્યો અને જોઇન્ટ ઇનોવેશન સેન્ટર સાયન્સ ટેક્નોલોજીના એનર્જી ન્યૂ વીઇકલ (ENV)ના આધાર પર બેટરીના સેમ્પલને તૈયાર કરવામાં આવી. ઇએનવીના ડાયરેક્ટર સિશેંએ કહ્યું કે તેમના જોઇન્ટ રીસર્ચ સેન્ટરનું મુખ્ય કામ હતું કેથોડમાં ઉપયોદ કરવામાં આવતા પદાર્થમાં સુધારો કરવો.

