Googleનું આ નવું ફીચર સ્માર્ટફોનને ફેક એપથી બચાવશે, જાણો કેવી રીતે

સ્માર્ટફોનનો ઉપયોગ વઘતા ઇન્ટરનેટનો વપરાશ પણ વધ્યો છે. ઇન્ટરનેટમાં કદાચ Google સૌથી મોટુ સર્ચ એન્જિન છે. માટે જ Google પોતાના ગ્રાહકો માટે નીતનવા ફીચર લાવ્યા કરે છે. તાજેતરમાં Googleએ એક નવુ ફીચર રજૂ કર્યુ છે. આ ફીચર તમને ફેક એપ્સને ઓળખવામાં મદદરૂપ થશે. ખરેખર, ઘણી વખત યુઝર્સ ઈન્ટરનેટ ડેટા બચાવવાના ચક્કરમાં ફેક એપ ડાઉનલોડ કરી નાખે છે. પછી આ ફેક એપ ઘણી વખત યુઝર્સ માટે માથાનો દુખાવો બને છે. સ્માર્ટફોન યુઝર્સની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગૂગલ એક નવુ ફીચર લાવ્યુ છે, જેનાથી યુઝર્સ ફેક એપને ઓળખી શકશે.

ઉલ્લેખનિય છે કે ગૂગલનું આ ફીચર ઑફલાઈન પણ કામ કરશે. જેનો ફાયદો એ છે કે જેવી તમે કોઈ એપ ડાઉનલોડ કરો છો, ગૂગલ પ્લે આ એપને તાત્કાલિક વેરિફાઈ કરશે.

આ ફીચર ગૂગલના પોતાના શેયરિંગ એપ, ફાઈલ ગો અને અક્ઝેન્ડર પણ મળી રહેશે. જેની મદદથી યુઝર્સ પોતાને ઑફલાઈન ડિસ્ટ્રીબ્યૂશન ચેનલ ડેવલેપરના રૂપમાં વિકસિત કરી શકે છે.
હાલમાં જ ગૂગલ પ્લે સ્ટોર પર લગભગ 145 એપ્સ મેલિસસ માઈક્રોસોફ્ટ વિન્ડોથી પ્રભાવિત થયા છે. જોકે, આ એપ્સ એન્ડ્રોઈડ એપ્સ માટે નુકસાનકારક નથી. પરંતુ જેવા આ એપ તમારા પીસીના સંપર્કમાં આવે છે, આ તમારી સિસ્ટમને ખરાબ કરી શકે છે. તેથી ગૂગલનુ આ નવું ફીચર આવ્યા બાદ જો યુઝર શેયરઈટ, ફાઈલ હોય અથવા Xender પરથી કોઈ પણ ફેક એપ ડાઉનલોડ કરે છે તો યુઝરને અનસેફનું નોટિફિકેશન મળવા લાગશે. આ રીતે યૂઝરને એલર્ટ કરશે.
એન્ડૉઈડ યુઝરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૂગલે હાલમાં જ Intra નામનું વધુ એક સાઈબર સિક્યોરિટી એપ પણ લોન્ચ કરી છે. જેની મદદથી યુઝર્સ ડીએનએસના એટેકથી બચી શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એપ યૂઝર્સના ઈન્ટરનેટની સ્પીડને ધીમી કર્યા વગર મેલવેયર અને છેતરપિંડીથી બચાવવામાં મદદ કરી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *