આ છે દુનિયાના 10 સૌથી વધારે વેંચાતા મોબાઇલ ફોન્સ, લિસ્ટ જોઇ લાગશે આંચકો

દુનિયામાં કરોડોની સંખ્યામાં મોબાઇલ ફોન્સ છે અને આ મોબાઇલ ફોનને બનાવતી હજારો કંપનીઓ અને તેના લાખો મોડેલ. આ બધા ફોન્સને યુઝ કરનારા લોકોની સંખ્યા તો અબજોમાં છે. તો શુ તમને ખબર છે કે આટલી બધી વિવિધતા અને કંપનીઓની વચ્ચે સૌથી વધારે કયો મોબાઇલ ફોન વેંચાય છે. 

તો આવો આજે અમે તમને દુનિયાના 10 સૌથી વધારે વેચાતા ફોન્સ વિશે બતાવવા જઇ રહ્યા છે. આ મોબાઇલ ફોન્સના 25 કરોડથી પણ વધારે યુનિટ્સ દુનિયાભરમાં ખરીદવામાં આવ્યાં છે.

Nokia 1100
Nokia 1100 દુનિયામાં સૌથી વધારે વેંચાયલો ફોન છે. દુનિયાભરમાં આ ફોનના 25 કરોડ યુનિટ વેંચાયા છે.

Nokia 1110
Nokia 1110 દુનિયાનો બીજો સૌથી વધારે વેંચાયલો મોબાઇલ ફોન છે. 25 કરોડથી વધારે લોકોએ આ ફોનને ખરીદ્યું છે.

iPhone 6 અને iPhone 6Plus
દુનિયામાં ત્રીજા નંબર પર સૌથી વધારે વેંચાતા મોબાઇલ ફોનમાં iPhone 6 અને iPhone 6Plusનો સમાવેશ થાય છે. બન્ને મોબાઇલ ફોનના 22 કરોડથી વધારે યુનિટ્સ વેચાયા છે.

Nokia 3210

દુનિયામાં સૌથી વધારે વેંચાતા મોબાઇલ ફોનમાં ચોથા નંબર પર Nokia 3210નું નામ આવે છે. 15 કરોડથી વધારે ફોન્સને યુઝર્સે પરચેઝ કર્યા છે.

Nokia 1200
આ લિસ્ટમાં પાંચમો નંબર આવે છે Nokia 1200નો, આજ સુધીમાં આ ફોનના 15 કરોડથી વધારે પીસ સેલ કરવામાં આવ્યાં છે.

Nokia 6600

આ ફોન દુનિયામાં સૌથી વધારે વેંચાતા ફોન્સની લિસ્ટમાં છઠમાં સ્થાને આવે છે, આ ફોનના પણ 15 કરોડ કરતા વધારે પીસ વેંચાયા છે.

Nokia 5230
નોકિયા 6600 પછી સૌથી વધારે પીસ Nokia 5230નું વેંચાયું છે, આ ફોનને 15 કરોડથી વધારો લોકોએ ખરીદ્યું છે.

Samsung E1100
દુનિયામાં સૌથી વધારે વેંચાતા મોબાઇલ ફોનની લિસ્ટમાં આ ફોનનો નંબર આઠમો છે. આ ફોનને પણ 15 કરોડથી વધારે ગ્રાહક મળ્યા હતા.

Nokia 2600
દુનિયાભરમાં Nokia 2600ના 13.5 કરોડ ફોન વેંચાયા છે અને તે નવમાં ક્રમે આવે છે.

Motorola Razr V3
દુનિયામાં વેંચાતા ફોન્સની લિસ્ટમાં આ મોબાઇલ ફોન દસમાં ક્રમે આવે છે, આ ફોનને 13 કરોડ જેટલા ગ્રાહકો મળ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *