સ્માર્ટફોનનું આવું બેક કવર કરી શકે છે નુકસાન
જો તમે સ્માર્ટફોનના બેક કવરને વારેવારે બદલવાના શોખિન હોય તો એ જાણી લો કે કેટલાંક કવર તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડે છે. જો તમે સ્માર્ટફોનનું બેક કવર ખરીદવા ઈચ્છતા હોય તો આ વાતોનો ખાસ ખ્યાલ રાખો. ખાસ કરીને રબર, પ્લાસ્ટિક, લેધર કે મેટલનું કવર વાપરતાં હોય તો તેના બદલે સિલિકોન કવર્સને પસંદ કરો.
પ્લાસ્ટિક કવરનો ઉપયોગ પણ ટાળવો જોઇએ
ફોનના મોટાભાગના કવર પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. આ ફોનના પડી જવા પર તેની સ્ક્રીનને તૂટવાથી પણ બચાવે છે. પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકનું કવર તમારા ફોનને વધુ ગરમ કરી શકે છે. ફોન સતત કામ કરતો હોવાને કારણે ફોનમાં જે ગરમી પેદા થાય છે તે પ્લાસ્ટિક કવરના કારણે બહાર નથી નીકળી શકતી. તેના કારણે ફોનના પર્ફોર્મન્સ પર અસર પડે છે.
મેટલ કવર પણ બની શકે છે મુશ્કેલીનું કારણ
રબરનું કવર
ઘણા લોકો પોતાના સ્માર્ટફોન માટે રબરનું કવર ખરીદે છે. આ ફોન પડવા દરમિયાન તૂટવાથી તો બચાવી લે છે, પરંતુ તેના કારણે ફોન વધુ ગરમ થઈ જાય છે અને ફોન બ્લાસ્ટ થવાનો અથવા ફાટી જવાનો ડર રહે છે. યુઝર્સે રબરના કવરનો ઉપયોગ ટાળવો જોઇએ. તેના બદલે સિલિકોન કવર્સનો ઉપયોગ કરવો જોઇએ. તે ફોનને ઠંડો રાખવામાં પણ મદદ કરે છે.
લેધરનું કવર પણ કરે છે નુકસાન
લેધર કવર પણ ફોનને નુકસાન પહોંચાડે છે. આ સ્માર્ટફોનને ગરમ કરી દે છે જેનાથી ફોન ખરાબ થવાની સંભાવના રહેલી છે. તેની ગરમી અતિશય વધી જાય તો તેનાથી ફોન ફાટી પણ શકે છે.
